Why we go in Temple ? – મંદિર જવાનો મહિમા :
મનુષ્ય કોઈ પણ ધર્મ નું પાલન કરતો હોય પણ તેઓ પોતાના ધાર્મિક સ્થળ જેવા કે મંદિર, મઠ, દેરાસર, મસ્જિદ, ગુરુદ્વારા, દેવળ, અગિયારી વગેરે જેવા સ્થળે પોતાની શ્રદ્ધા અનુસાર પ્રાર્થના અર્થે જતા હોય છે અને એક સારી ઉર્જાની અનુભૂતિ કરતા હોય છે કેમકે કોઈપણ ધર્મની વ્યક્તિ હોય પણ તેઓ જીવન ના ઉતાર ચઢાવ ક્યાંક અનુભવતા હોય છે અને તેઓ તેમાં પોતાના આરાધ્યને પ્રાર્થના કરતા હોય છે
આપણે ત્યાં મંદિર, દેરાસર વગેરે જેવી ધાર્મિક બાબતમાં તેના બાંધકામ, મૂર્તિ પ્રતિષ્ઠા વગેરે જેવી બાબતમાં મુહૂર્ત તેમજ અન્ય માર્ગદર્શન મુજબ ઉપયોગી બાબત ને ખૂબ મહત્વ આપતા હોય છે જેના દ્વારા ધાર્મિક સ્થળમાં મહત્તમ ઉર્જા ઉભી કરવામાં આવે છે તેમજ વર્ષ દરમિયાન તહેવાર, પર્વ, પર વિશિષ્ટ પૂજા પણ કરવામાં આવતી હોય છે જે દૈનિક પૂજા વડે ઉભી થતી ઉર્જા માં આ વિશિષ્ટ પૂજા તે ઉર્જા માં વધારો થાય છે, જેના કારણે ત્યાં પ્રાર્થના પૂજા કરવા આવનાર વ્યક્તિ ને પ્રથમ શાંતિ અને ઈશ્વરના સાનિધ્ય ની અનુભૂતિ થાય છે અને પોતે નિખાલસતા સાથે ભગવાન ની પૂજા ભક્તિ અને પ્રાર્થના કરે છે પ્રાર્થના માં ઘણી છુપી શક્તિ રહેલી હોય છે અને ઈશ્વર તે શક્તિને પ્રભાવી બનાવે છે તેવું પણ વિદ્વાનો કહેતા હોય છે અને પ્રાર્થના ની તાકાત તમારામાં કાર્ય કરવાની દિશા બતાવે છે કાર્ય શક્તિ વધારે છે તેમજ અન્ય ને પણ ક્યારેક મદદરૂપ થવાની ભાવના જગાડે છે જેના વડે તમારા જીવન ની સમસ્યા, નકારાત્મકતા દૂર થવા લાગે છે.
જીવનમાં જોવા મળતું હોય છે કે માનવી જ્યારે તકલીફ અનુભવે ત્યારે તેને ફક્ત ઈશ્વર જ મદદે આવે તેવું બનતું હોય છે ધાર્મિક સ્થળમાં દરેક મનુષ્ય દ્વારા થતી પૂજા ભક્તિ વડે ત્યાં ખૂબ જ સકારાત્મક વાતાવરણ હોય છે જેનો મહત્તમ લાભ ત્યાં આવનાર ભક્તો ને જે પોતાનામાં રહેલી નકારાત્મકતા દૂર કરવામાં ફળદાયી બને છે એટલેજ માનવ કોઈ નવા કાર્ય, શુભ દિન, પર્વ, પર દર્શન કરવા જઈ ત્યાં રહેલી શુભ ઉર્જા પ્રાપ્ત કરી અન્ય કાર્ય કરે છે
કોઈપણ ધાર્મિક સ્થળ હોય ત્યાં ભક્તિ ના ભાવ વધુ હોય તેથી જીવ આપમેળે પણ ત્યાં જાવા આકર્ષાય છે અને પોતાના ઉત્કર્ષ માટે પ્રાર્થના કરે છે,
ડો. હેમીલ પી લાઠીયા
જ્યોતિષાચાર્ય