Why not marraige date in middle Dec. to middle January ? – ધનારાકમા લગ્ન કેમ નહીં ?

Marriage

હિન્દૂ સમાજ માં લગ્ન એક સંસ્કાર માનવામાં આવે છે, જ્ઞાતિ, પ્રાંત આધારિત પરંપરા અનુસાર લગ્ન થતા જોવા મળે છે જેમાં ક્યાંક થોડી પરંપરા પણ અલગ પડતી જોવા મળે છે,
લગ્ન વખતે મુહૂર્ત જોવામાં આવે છે ઉપરાંત આપણે ત્યાં કેટલાક દિવસો એવા પણ હોય છે જેમાં લગ્ન યોજાતા નથી પરંતુ ક્યાંક બદલાતી વિચારસરણી અને સંજોગ અનુસાર થોડો ફેરફાર કોઈ પ્રાંતમાં થતો ક્યાંક જોવા મળી જાય છે,
લગ્ન બાબત ત્રણ જેઠ- જેઠમાસ, વર જ્યેષ્ઠ સંતાન અને કન્યા જયેષ્ઠ સંતાન હોય તો ત્રણ જેઠની આ વાત લગ્ન કરતી વખતે ઘણા ટાળતા હોય છે, ઉપરાંત, ચાતુર્માસ, શ્રાદ્ધ પક્ષ, અધિકમાસ, હોળાસ્તક, ધનારાક, મીનારાક, ગુરુ શુક્ર ના અસ્ત વગેરે જેવી બાબતો ને ધ્યાનમાં લઈ લગ્ન દિવસો આવતા હોતા નથી
ધનારાક એટલે સૂર્યનું ધન રાશિમાં ભ્રમણ હોવું, સૂર્ય એક માસ એક રાશિમાં ભ્રમણ કરે છે જે નિરયાન પદ્ધતિ મુજબ ૧૬ ડિસેમ્બર આસપાસ ધન રાશિમાં પ્રવેશ કરે છે, ધનારાકને કમુરતા તરીકે પણ ઓળખાય છે,
ધનારાક માં લગ્ન ન કરવા બાબત કેટલાક વિદ્વાનોએ પોતાના મત જણાવ્યા છે એટલા માટે લોકો આ માસમાં કોઈપણ શુભ પ્રસંગે લગ્ન જેવી બાબતો કરતા નથી અને ભક્તિ જેવા કર્યો પસંદ કરતાં હોય છે,
એક માન્યતા મુજબ આ માસ દરમિયાન મહાભારતનું યુદ્ધ થયું હતું, જેમાં ખૂબ જાન હાનિ અને આંકરાંત વાતાવરણમાં સર્જાયો હતો જેથી લોકો માંગલિક કાર્યો કરતા નથી અને ભક્તિ પસંદ કરે છે,
ધન રાશિ એટલે ગુરુની રાશિ છે જેમાં સૂર્યના ભ્રમણ થવાતી આ રાશિનો માલિક ગુરુ વધુ તેજ બને છે જે ગુરુના કાર્ય વિદ્યા, વેદ જેવી બાબતો પર વિચારશીલ બનાવે છે માટે માનવની વિચારસરણી આ બાબતે વધુ તેજોમય બની શકે છે માટે આમ ફકત વેદ, વિદ્યા, યોગ જેવી બાબતો ને પ્રાધાન્ય આપવું તેવું કેટલાકનું માનવું છે
ધનુરમાસ એ વિષ્ણુ ભગવાનની ભક્તિ માટે શ્રેષ્ઠ કહ્યો છે જેમ કે ચાતુર્માસ, અધિક માસ …, આ માસ દરમિયાન લગ્ન જે માંગલિક કાર્ય ગણાય છે તેને બદલે આધ્યાત્મિક કાર્ય જેવા કે વ્રત, પૂજા પાઠ કિર્તન, દાન વગેરે કરવાથી પુણ્યબળ ની વૃદ્ધિ થાય છે તેવી પણ માન્યતા રહેલી છે
લગ્ન જેવી બાબતમાં પારિવારિક, પ્રાંતીય બાબતોની વિચારસરણી ખૂબ જોવા મળે છે જે પોતાના કુટુંબના વડીલ કે વિદ્વાનો ના માર્ગદર્શન મુજબ નિર્ણય કરતા જોવા મળતા હોય છે અને આજના બદલાતા સમયની વિચારસરણી માં સંજોગો ને આધીન નિર્ણય લેતા જોવા મળે છે લગ્ન બાબત ધાર્મિક અને પારંપરિક કે પ્રાંતીય બાબતો નો અમલ થતો જોવા મળે છે પણ એકંદરે લગ્ન જીવન સુખમય નીવડે એ વાત વિશેષ માનવામાં આવે છે જેમાં ઈશ્વર, પરિવારના આશીર્વાદ અને શુભેચ્છકો ની શુભેચ્છાઓ રહેલી હોય એ વાત અગત્યની છે

ડો. હેમીલ પી લાઠીયા
જ્યોતિષાચાર્ય

+91 94279 69101

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enquire here

Give us a call or fill in the form below and we'll contact you. We endeavor to answer all inquiries within 24 hours on business days.