Numerology Prediction for Year 2024 – વર્ષ ૨૦૨૪ નું ફળકથન :

Numerology

ઇ.સ. ૨૦૨૪ નો વર્ષાન્ક અંકશાસ્ત્ર મુજબ ગણીયે તો ૨+૦+૨+૪ = ૮ આવે જે આંક શનિ નો ગણાય છે , વર્ષાન્ક મુજબ વર્ષ દરમિયાન અંક ની અસર જે તે વર્ષ માં જન્મ હોય તેના વર્ષ નો સરવાળો કરી અને આવેલ અંક ને આ વર્ષ ના અંક ૮ સાથે ની કેવી અસર ની સંભાવના બને તે જોઈએ, ભારત દેશનો વર્ષાન્ક ૧+૯+૪+૭ = ૨૧ એટલે ૨+૧ = ૩ અને

ગુજરાત રાજ્યનો વર્ષાન્ક ૧+૯+૬+૦ = ૧૬ એટલે ૧+૬ = ૭ આવે

તો આ મૂળ વર્ષાન્ક ને આ વરસ ના વર્ષાન્ક ૮ સાથે ફળકથન ની થોડી ગણતરી કરતા
ભારત દેશ માટે વર્ષ ૨૦૨૪ એકંદરે સારું રહેશે, પ્રજા માટે યોગ્ય સહાયક કાર્ય, નવી યોજના, જુના પડતર પ્રશ્ન નું નિરાકરણ, શિક્ષા અને જરૂરિયાતમંદ માટે સારી જોગવાઈ થઈ શકે
ગુજરાત માં પણ ધાર્મિક, સાંસ્કૃતિક ક્ષેત્ર માં સારા કાર્ય થાય, વિચારસરણી માં નવા પરિવર્તન આવે કૃષિ ક્ષેત્રમાં સારા નિર્ણય લેવાય વગેરે જેવી બાબત બનવા સંભવ છે
હવે વર્ષાન્ક મુજબ અન્ય અંક સાથેના ફળકથન કરીયે તો..,

૧. આ અંક વાળા માટે થોડી સાવચેતી રાખવી, વડીલવર્ગ કે ઉપરી અધિકારી સાથે કોઈ મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું,

૨. આ અંક વાળા માટે નિર્ણય શક્તિ થોડી ઓછી થાય અને વધુ વિચાર ના કારણે થોડી ચિંતા વધે પણ યોગ્ય વ્યક્તિના માર્ગદર્શન મુજબ કામ કરવાથી થોડી મહેનત અંતે કાર્ય થાય

૩. આ અંક વાળા માટે થોડી ચતુરાઈ નો પણ લાભ મળે, યોગ્ય આયોજન હોય તો નવા કાર્યમાં પણ લાંભ થાય

૪. આ અંક વાળા થોડા ઉતાવાળીયા નિર્ણય લેતા જોવા મળે, જોખમી નિર્ણય ન લેવા હિતાવહ કહી શકાય

૫. આ અંક વાળા થોડા વ્યવહારુ ચતુરાઈ કરી અંગત પ્રશ્ન નું સમાધાન કરી શકે, મુસાફરી યાદગાર બની શકે

૬. આ અંક વાળા થોડા ઉત્સાહી રહે, ક્યાંક ધાર્યા કરતાં વધુ ખર્ચ પણ કરી શકે, પસંદગીની ખરીદી પણ કરી શકે છે

૭. આ અંક વાળા નવા આયોજન ને અમલ કરવાની વૃત્તિ રહે, વિચાર, કાર્યમાં પરિવર્તન પણ સંભવિત બની શકે,

૮. આ અંક વાળા પોતાનું ધાર્યું કે ગણતરી મુજબનું કાર્ય કરી શકે, મહેનત મુજબ સફળતા મેળવી શકે.

૯. આ અંક વાળા માટે પોતાના નોકરી વ્યવસાય માં આગળ આવવાની તક મળે, નવા સંબંધ ક્યાંક ઉપયોગી થાય

અંક શાસ્ત્રમાં મૂલાંક, ભાગ્યન્ક પોતાના અંગત જીવનમાં ઉપયોગી થાય તે હેતુ ઘણી વાત જોવા મળતી હોય છે કેટલીક વાર અંકશાસ્ત્રમાં શ્રદ્ધા રાખનાર પોતાના નામ ના અંગ્રેજી માં અક્ષર અનુસાર પોતાનો અંક ભાગ્યક મુજબ પણ ગોઠવતા હોય છે અહીં ફક્ત વર્ષાન્ક દ્વારા વર્ષ દરમિયાન ની કેટલીક વાત કરવામાં આવી છે.

ડો. હેમીલ પી લાઠીયા
જ્યોતિષાચાર્ય
અંક વિશારાદ

Mob. +91 94279 69101

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enquire here

Give us a call or fill in the form below and we'll contact you. We endeavor to answer all inquiries within 24 hours on business days.