Importance Of Puja Place In House – ઘરમાં પૂજા સ્થાન રાખવાનો વિશેષ મહિમા
જેને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા છે તેના હૃદયમાં પણ ભગવાન નું સ્થાન રહેલું હોય છે વિદ્વાનો ત્યાં સુધી કહે છે કે દરેક જીવ ના હૃદય માં ઈશ્વરનો વાસ રહેલો છે અને શ્રદ્ધા હોય તો ત્યાં ઈશ્વરની શક્તિ પણ જાગૃત હોય છે
મનુષ્ય પોતાના રહેવા માટે ઘર બનાવતો હોય છે અને જેમ જેમ તેઓ આર્થિક રીતે સધ્ધર થવા લાગે તો તેઓ કદાચ મોટું ઘર પણ બનાવતો હોય છે અને હાલમાં આધુનિક બાંધકામ માં ઘણી વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે જેમાં રૂમ ની અંદર જ એટેચ બાથરૂમ, પાણીની ટાંકી આધુનિક ઉપકરણ વગેરે આ દરેક બાબત ક્યારેક નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે વાસ્તુશાસ્ત્ર માં પણ ઘરની બનાવટ માં કઈ વસ્તુ કઈ દિશા માં રાખવી કે ન રાખવી તેનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે જે ઘરમાં ઉર્જા અંગે ખૂબ ઉપયોગી પણ જોવા મળતું હોય છે
દૈનિક જીવનમાં વિદ્યાર્થીઓ માટે વિદ્યાભ્યાસ, ગૃહિણી માટે ગૃહકાર્ય, વ્યવસાયિક માટે તેમના કામકાજ માં પણ ઘરની ઉર્જા ઘણીવાર ભાગ ભજવતી જોવા મળે છે જે જીવનના ઉતાર ચઢાવ માં અસર કરતી હોય છે
જો ઘરમાં મંદિર માટે ઈશાન, પૂર્વ, ઉત્તર કે માર્ગદર્શન મુજબ જગ્યા નક્કી કરી હોય અને ત્યાં દરરોજ પૂજા પાઠ તેમજ ધૂપ દીપ ઘંટાડીનો રણકાર હોય ત્યાં નકારાત્મક ઉર્જા રહેતી નથી કે ઓછી થઈ જાય છે કેમ કે પાઠ ની ધ્વનિ વડે તેના દ્વારા ઉત્પન્ન થતા કંપન ખૂબ અસરકારક હોય છે
જો દરરોજ મંદિર જવું શક્ય ન બનતું હોય તો ઘર માં જ માર્ગદર્શન મુજબ નાનું મંદિર રાખી પૂજા પાઠ કરવાથી પણ ઈશ્વર ખુશ થાય છે અને તેની અસર ઘરના વાતાવરણ ઉપરાંત ત્યાં રહેતા દરેક લોકો પર પણ સારી અસર ઉપજાવે છે જે ઘર અને ઘરના સભ્યો નું એક પ્રકારનું રક્ષાત્મક કવચ પણ બનતું હોય છે ઘણા ના ઘર માંથી પૂજા પાઠ ની ધ્વનિ, ઘંટાડીનો રણકાર કે શંખનાદ ધૂપ દીપ ની વાત જોવા મળતી હોય છે આ એક પારિવારિક સંસ્કાર પણ હોય કે એક શ્રદ્ધા પરંતુ ઘરમાં મંદિર ઘણી બાબતનું સારું સૂચન કરે છે તેવું કહી શકાય
ડો. હેમીલ પી લાઠીયા
જ્યોતિષાચાર્ય