Importance of Amavasya – અમાસ તિથીનું મહત્વ :
અમાસ તિથિ હિન્દૂ માસના વદ ( કૃષ્ણ પક્ષ ) ના અંતિમ દિવસે આવે છે તેની અંક સંજ્ઞા ૩૦ તરીકે ઓળખાય છે. તે દિવસે સૂર્ય અને ચંદ્ર એક રાશિમાં યુતિ કરતા ( ભેગા ) હોય છે,
હિન્દૂ માસમા સોથી વધુ પ્રચલિત અમાસ દિવાળીની છે તે આસો વદ માસમા આવતી હોય છે, તે માસમા સૂર્ય અને ચંદ્ર તુલા રાશિમા યુતિમા ( ભેગા ) હોય છે અને દિવાળી પૂજન વખતે સ્વાતિ નક્ષત્ર યુક્ત અમાસના ભાગને વિશેષ મહત્વ હોય છે, ઉપરાંત
ભાદરવા વદ પિતૃ પૂજન પર્વની અમાસ માં સૂર્ય અને ચંદ્ર કન્યા રાશિમા યુતિમાં ( ભેગા ) હોય છે જે સર્વપિતૃ અમાવસ્યા તરીકે ઓળખાય છે,
આ કારતક માસ ની અમાસ વખતે વૃશ્ચિક રાશિમાં સૂર્ય અને ચંદ્ર ભેગા થાય છે
અન્ય માસમા આવતી અમાસ તે પર્વ અનુસાર મહત્વ ધરાવતા હોય છે જેમ કે વૈશાખ માસની અમાસ શનિ જયંતિ તરીકે ઓળખાય છે અને પૂજાય છે,
અમાસના દિવસે આવતું સૂર્ય ગ્રહણ એ ઘણા ભાવિકો માટે કોઈ મંત્ર, કામના માટે સિદ્ધ યોગ ગણાય છે,
જેમની કુંડળીમા પિતૃદોષ જણાતો હોય તેવા લોકોએ પિતૃકૃપા માટે શક્યતા અનુસાર દરેક માસની અમાસમા પિતૃ પૂજન કરવું યોગ્ય કહેવાય,
સોમવતી અમાસ અને બુધવારી અમાસનુ મહત્વ એટલે સોમવારે અમાસ આવે તેને સોમવતી અમાસ કહેવાય અને બુધવારે આવતી અમાસ બુધવારી અમાસ કહેવાય.
જે લોકો કોઈ કારણસર દરેક માસ ની અમાસમા પિતૃપૂજન સમય સંજોગ ને લીધે ના કરી શકતા હોય તેવા લોકો એ આ અમાસ દરમિયાન પૂજન કરવું યોગ્ય છે
પિતૃ પૂજન માટે સવાર થી બપોર સુધીનો સમય પસંદ કરાય છે. સાંજ પહેલા પૂજા પૂર્ણ કરવાની હોય છે, કોઈપણ વ્યક્તિ સરળતાથી પૂજન કરો શકે છે, સવારે શિવ મંદિરમા જઈ શિવલિંગ પર જળ અભિષેક, પંચામૃત અભિષેક શિવલિંગ પર અને સાથે શિવલિંગ પરનાં સર્પ પર અભિષેક કરવાનો અને જો શક્ય હોય તો અભિષેક કરતી વખતે પોતાનું મુખ નૈઋત્ય દિશા ( રાહુની દિશા ) તરફ રાખવું, ( દક્ષિણ અને પશ્ચિમના વચ્ચે ના ખૂણાને નૈઋત્ય કહે છે ) અથવા દક્ષિણ દિશા ( યમની દિશા ) તરફ પોતાનું મુખ રાખવું ઇચ્છનીય છે,
શિવલિંગ પર અભિષેક કર્યાં પછી પીપળાના વૃક્ષના મૂળ પર જળ સિંચન કરતી વખતે પ્રદક્ષિણા કરવી અને જો શક્ય હોય તો જલમાં જવના થોડા દાણા નાખવા ઇચ્છનીય છે પછી મુળ પાસે પતાસા એક નંગ પ્રસાદ તરીકે મુકવું પૂજા કર્યા પછી પાછળ વળીને ના જોવું,
બીજી સરળ રીત પિતૃશાંતિ અને કૃપા માટે જોઈએ તો ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવા ઇચ્છનીય છે અથવા કાલી માતાની ભક્તિ પણ કેટલાક વિદ્વાન ઉચિત માને છે,
અન્ય ધ્યાનમાં રાખવા જેવી બાબતમાં
પરણિત સ્ત્રી પૂજન કરતી વખતે માથે સાડી, વસ્ત્ર ઓઢવાનું રાખે તો સારું, પુરુષ માટે ચામડાની વસ્તુ જેવી કે પટ્ટો, પર્સ ના રાખવો જોઈએ, ઘણા વિદ્વાન માથા પર તે પૂજા સમય પૂરતું તેલ ન નાખવાની ભલામણ પણ કરે છે, દૂધ પૂજન માટે સાદું ઉપયોગમા લેવાનું ( ગરમ કરાયા વગર નું ), ઉપરાંત ઘરે સંધ્યા સમયે ગુગળનો ધૂપ કરવો અને તેના પર એક નંગ લવિંગ અને પાતાસું મુકવું જેની ઉર્જા થી પિતૃ ખુશ થાય છે,
ગાય, કુતરાને રોટલી આપવી તેમજ ગરીબને યથાશક્તિ મુજબ સહાય , દાન કરવું ઇચ્છનીય છે
પિતૃપૂજન પિતૃ આશીર્વાદ હેતુ છે માટે તે અંગે ખોટો વહેમ કે શંકા ના રાખવી, પિતૃદોષ અંગે કોઈ બાબતથી ગભરાવાની જરૂર નથી ફક્ત વિશ્વાસ અને નિષ્ટાથી ભક્તિ કરવાથી તેમાં રાહત અને કૃપા મળે છે.
ડો. હેમીલ પી. લાઠીયા
જ્યોતિષાચાર્ય
Mob. +91 94279 69101