પૂજામાં આસન નું મહત્વ :
ધર્મ મા પૂજા નું વિશેષ મહત્વ રહેલું છે, ધાર્મિકવૃત્તિ ના મનુષ્ય માટે પૂજા એ જીવનધારામાં જોડાયેલ હોય છે જે એક સંસ્કાર ની વાત પણ કહી શકાય, પૂજા માર્ગદર્શન મુજબ, પરંપરા મુજબ, પ્રદેશીક રિવાજ કે કોઈ વિશિષ્ટ હેતુ મુજબ કરવામાં આવે છે, પૂજામાં ફૂલ, દિપ, ધૂપ, પૂજા સામગ્રી ઉપરાંત પૂજા કરતી વખતે બેસવા માટેના આસન પણ ખૂબ મહત્વ ધરાવતા હોય છે,
પૂજા કરતી વખતે આસન એ ખૂબ અગત્યની બાબત પણ છે અને તે પૂજા કરતી વખતે જરૂરી પણ છે, કેમકે વિદ્વાનો સમજાવતા હોય છે કે આપણે પૂજા કરતી વખતે જે મંત્ર જાપ, પ્રાર્થના કરીએ છીએ ત્યારે જે ઉર્જા ઉત્પન્ન થાય છે તે ભૂમિ માં જતી નથી માટે આસન પાથરવું જરૂરી છે
વિવિધ પૂજા હેતુ ક્યારેક વિવિધ આસન પણ માર્ગદર્શન મુજબ ઉપયોગ થાય છે, પૂજા માં આસન તરીકે સફેદ, લાલ, પીળા કલર ના આસન વધુ ઉપયોગ થાય છે જેમાં લાલ આસન હનુમાનજી કે દેવી ઉપસના અથવા માર્ગદર્શન મુજબ વધુ ઉપયોગ થાય છે, પીળા આસન બગલામુખી માતા ની ઉપાસના માટે ખાસ ઉપયોગી છે, કોઈ ખાસ પૂજન માટે ઉન ના આસન નો પણ ઉપયોગ થાય છે, પહેલા ના જમાના માં ખાસ કરીને મૃગ ચર્મ તેમાં પણ ક્યારેક કાળા મૃગ નું ચર્મ ની વાત સાંભળવા મળતી હોય છે, વાઘ ચર્મ, કોઈ સાધના માં કે પૂજા કરતી વખતે કે કોઈ સિદ્ધિ વખતે આ પ્રકારના આસન ની વાત સાંભળવા મળે છે.
સાધના હેતુ આસન વગર ભૂમિ પર ન બેસવાની સલાહ પણ અપાતી હોય છે કેમકે કોઈ ચોક્કસ હેતુ પૂર્તિ કે મનોકામના પૂર્તિ માટે માર્ગદર્શન મુજબ આસન નો ઉપયોગ કરાય છે પથ્થર પર, પાન પર, ઘાસ પર, લાકડા પર, કે અન્ય કોઈ સામાન્ય વપરાશ ના વસ્ત્ર પર આસન તરીકે ન બેસવાની સલાહ સામાન્ય રીતે જોવા મળતી હોય છે પણ ક્યારેક કોઈ વિશિષ્ટ હેતુ હોય અને માર્ગદર્શન હોય તો આંબા ના લાકડાની પાટલી, કે અન્ય કોઈ વસ્તુ આસન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે
આસન ને ખૂબ આદર સાથે પૂજા સમયે પાથરવામાં આવે છે અને તેના પણ કેટલાક આચાર વિચાર નું પાલન કરવાની વાત સંભાળવા મળે છે, આસન ને ક્યારેય પગ વડે ખસેડવું નહિ કે અન્ય રીતે કોઈ બીજી બાબત નું ધ્યાન રાખવામાં આવે છે, આસાન કોઈ સાધના ની સિદ્ધિ કે મનોકામના પૂર્તિ હેતુ યોગ્ય આસન લેવાથી સફળતા મળવાની વાત વધુ બને છે તેવું પણ વિદ્વાનો સમજાવતા હોય છે.
ડો. હેમીલ પી લાઠીયા
જ્યોતિષાચાર્ય